વિસનગર : દાગીના બનાવતો બંગાળી કારીગર રૂ. 7.75 લાખનું સોનું લઈ નાસી છૂટ્યા
વિસનગરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા સોનીના કારખાનામાંથી નવોજ આવેલો બંગાળી કારીગર રૂ. 7,75,000 લાખનું સોનું લઈ પલાયન થઈ જતાં કારીગર વિરૂધ્ધ ઠગાઇ અને વિશ્વાસધાતનો ગુનો લખાયો છે. વિસનગરમાં લાલ દરવાજા સ્વામીનારાયણ મંદિર નજીક શિવકુમાર મંગળદાસ સોની નામની સોના ચાંદીના દાગીના ઘડવાની અને વચવાની દુકાન ધરાવતા વિષ્ણુકુમાર શિવકુમાર સોનીને કારખાનામાં કારીગરની જરૂર પડતાં વિસનગરમાં કામ કરતાં અન્ય એક કારીગરનો સંપર્ક કરી બંગાળથી કારીગર બોલાવ્યો હતો. નવો આવેલા કારીગર સોનું લઈ દાગીના ઘડી પાછા આપતા વેપારીનો આ કારીગર ઉપર વિશ્વાસ વધ્યો હતો. સોનીના ત્યાં કામગીરીનું ભારણ વધતા આ નવા કારીગરને 235 ગ્રામ સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું. દુકાનની ઉપર આવેલા કારખાનામાં જ દાગીના ઘડતો આ કારીગરને કહી કારખાનાની બહાર નીકળ્યો હતો. આ નવો આવેલો કારીગર કારખાનામાં પાછો નહી ફરતા તેના ડ્રોઅરમાં કાર્યવાહી કરતાં સોનું જણાયું ન હોતું. કારીગરનો મોબાઈલ ઉપર સંપર્ક કરતા મોબાઈલ સ્વીચ ઓફ હતો. આ અંગે વિષ્ણુકુમાર શિવકુમાર સોનીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે સતાર દિવસ નોકરી કરી હાથફેરો કરનાર કારીગર અમીર મલીક રહે. રાજહટ પોલીસ સ્ટેશન જી, હુગલી વેસ્ટ બંગાળ વિરૂધ્ધ રૂ. 7,75,000 ની કિંમતના સોનાની ઠગાઇ અને વિશ્વાસધાતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.