મહેસાણા શહેરમાં મોબાઇલની દુકાનમાંથી રૂ. 53,000ની ચલાવી લૂંટ
મહેસાણા શહેરમાં આવેલ ગંજબજાર પાસે મોબાઈલની એક દુકાનમાંથી રૂ. 53,000ની મતા ભરેલી બેગની તસ્કરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. આ બાબતે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે. મહેસાણાની બ્રહ્માણીનગર સોસાયટીમાં રહેતા વિપુલ કનુગીરી ગોસ્વામી શહેરના ભમ્મરીયા નાળા પાસે કસ્બા રસ્તા પર મોબાઈલની દુકાન ધરાવે છે. આ દુકાનમા અજાણ્યો ઈસમ આવ્યો હતો. અને દુકાનદારની નજર ચૂકવી લેપટોપની બેગમાં મુકેલ રોકડ, લેપટોપ અને દસ્તાવેજો મળી રૂ. 53,200ની મતાની તસ્કરી કરી ફરાર થઈ ગયો હતો. જેની જાણ થતાં વિપુલ ગોસ્વામીએ મહેસાણા એ ડિવિઝન પોલીસ ફરિયાદ લખાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી શખ્સને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.