સામખીયારી પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ બાગમા૨ સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ સામખીયારી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સામખીયારીથી ભચાઉ તરફ જતા હાઇવે રોડ પર આવેલ દેશી તડકા હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં અમ્રીતપાલસીંગ તથા છોટુ કુમાર સાવ પોતાના કબ્જા ભોગવટાની હોટલમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત જગ્યાએ જઈ રેઇડ કરતા નીચે જણાવેલ. આરોપીઓ તથા પ્રોહીબીશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે સામખીયારી પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓનાં નામ:-
(૧) છોટુડુમાર વિનોદ સાવ ઉ.વ. ૨૧ રહે.બાદીડીહ માલદા થાના માલદા જીગીરીડીહ ઝારખંડ
(૨) અમ્રીતપાલસીંગ જગતારસીંગ ઉ.વ. ૨૫ રહે. મુંડાપીંડ તા.ખડુર સાહેબ થાના ચુલા જી.તરનતારન પંજાબ
પકડવાના બાડી આરોપીનું નામ
(૧) દોજી પંજાબી (હોટલ સંચાલક/માલિક)
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.