બનાસકાંઠા સોપારી કીંલીંગ તથા ATM ચોરીના ૦૩ ગુનાઓના કુલ ૦૫ આરોપીઓને કુલ કિંમત રૂપિયા ૨૦,૪૧,૬૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ

ગત તા.૧૯,૨૦/૦૨/૨૦૨૪ ના રોજ રાત્રી દરમ્યાન કોઇ અજાણ્યા માણસો સફેદ કલરની સ્કોર્પિઓ ફોરવ્હીલ કારમાં ધસી આવી, દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જોલવા ગામે આવેલ ATM સેન્ટરમાં પ્રવેશી, ATM મશીનને ગેસ કટર વડે કાપવાનો પ્રયત્ન કરેલ પરંતુ સાયરન વાગતા પકડાઇ જવાના ડરથી નાસી ગયેલ, તે જ રાત્રીએ આ જ ગેંગ વાગરા ટાઉનમાં જે.બી.કોમ્પલેક્ષ આવેલ HDFC બેંકના ATM સેન્ટરમાં પ્રવેશી ATM મશીનનું ગ્રાઉટીંગ તોડી ATM મશીનને સ્કોર્પિઓમાં ગાડીમાં મુકી, તેમાં રાખેલ રોકડ રૂપિયા ૩,૫૨,૫૦૦/- ની ચોરી કરી નાસી ગયેલ આ બનાવો સંબંધે દહેજ તથા વાગરા ખાતે ઘરફોડ ચોરી અંગે તથા ATM મશીનને કરેલ નુકશાન અંગે સંલગ્ન કલમો હેઠળ અલગ અલગ ૦૨ ગુનાઓ રજિસ્ટર કરવામાં આવેલ. આ ઉપરોક્ત બનાવની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપ સિંહ, વડોદરા વિભાગનાઓની સુચના મુજબ પોલીસ અધીક્ષકશ્રી ભરૂચ, મયુર ચાવડા નાઓએ તાત્કાલિક એક્શનમાં આવી, નાયબ પોલીસ અધીક્ષકશ્રી ભરૂચ અને જંબુસર તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી લોકલ ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી. પેરોલ ફર્લો સ્કોવોર્ડ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને ગુનો શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.પી.વાળા એલ.સી.બી.નાઓએ, જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી, લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોવોર્ડની અલગ-અલગ ટીમ બનાવી, સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. આ ગુનાની તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પિસાદ ગામની સીમમાં ખેતરમાં આરોપીઓ દ્વારા ATM મશીનને ગેસ કટર વડે કટ કરેલ ATM ના ભાગો મળી આવેલ જે આધારે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવર તથા તેઓની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી સતત વર્ક આઉટ હાથ ધરેલ. આ ભરૂચના ATM ચોરીના બનાવ બાદ તુરંત જ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી SBI ATM સેન્ટરમાં ચોરી થયેલ. જેથી આ બાબતે વધુ કોઇ માહીતી મળી રહે તે ઉદ્દેશથી એલ.સી.બી.ની ટીમને તાત્કાલિક નંદુરબાર ખાતે પણ તપાસમાં મોકલી ત્યાંથી પણ ગુનાની કડી મેળવવાના પ્રયત્નો હાથ ધરેલ. આમ ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા રૂટ ઉપરના ૫૦૦ થી વધુ CCTV ફુટેજ જોઇ એનાલીસીસ કરી તથા ટેક્નિકલ એનાલીસીસ આધારે આરોપીઓને આઇડેન્ટીફાય કરી, આરોપીઓ સુધી પહોંચવા સઘન પ્રયત્નો હાથ ધરેલ હતા. આ દરમ્યાન હકીકત મળેલ કે “વાગરા ATM ચોરી તથા દહેજ ATM ચોરીની કોશીષના ગુનામાં સંડોવાયેલ એક આરોપી હાલ ભરૂચમાં આવેલ છે” જેથી તાત્કાલિક તેને ઝડપી પાડી તેની ઉંડાણપૂર્વકની પુછપરછ હાથ ધરતા આરોપી ઇરફાન ઉર્ફે રોનકે કબુલાત કરતા જણાવેલ કે અંકલેશ્વર IIFL ગોલ્ડની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચ શહેર ફાતીમા પાર્કમાં મકાન ભાડે રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે આ ATM ચોરી કરાવેલ છે. આ મુખ્ય સુત્રધાર સલીમ ઉર્ફે મુસો તથા તેના સાગરિતો હાલ ઇન્દોર(મધ્યપ્રદેશ)માં છુપાયેલા છે. જેથી સદર હકીકત આધારે ઉપરી અધિકારીશ્રીની સુચના મુજબ SOG પો.સ.ઇ. શ્રી આર.એસ.ચાવડાની આગેવાનીમાં લોકલ ક્રાઇમ બ્રાંચ/પેરોલ ફર્લો સ્ક્વોડની એક ટીમ તાત્કાલિક ઇન્દોર મોકલી આપી છુપાયેલા આરોપીઓને ઇન્દોર પોલીસની મદદથી ઇન્દોર ખાતેથી ઝડપી પાડી, વધુ પુછપરછ અર્થે અત્રે એલ.સી.બી.ભરૂચ ખાતે લઇ આવી તેઓની ઉંડાણપૂર્વક સઘન પુછપરછ કરતા આરોપીઓએ કેફીયત આપેલ કે ATM મશીનને ગેસ કટર વડે કાપી ચોરી કરવામાં માહીર હરીયાણાની “મેવાતી ગેંગ” મારફતે દહેજ,વાગરા તથા નંદુરબાર ખાતે ATM ચોરી કરેલ છે. આ ઉપરાંત આરોપી સલીમ ઉર્ફે મુસો તથા અન્ય બે વોન્ટેડ આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના માવસરી પો.સ્ટે.માં સોપારી કીલીંગના ગુનામાં વોન્ટેડ હોવાની હકિકત જણાઇ આવેલ. જેથી ATM ચોરીઓના ગુનામાં વપરાયેલ સ્કોર્પિઓ ગાડી, મેવાત પરત જવા માટે ઉપયોગમાં લીધેલ કીયા સેલ્ટોસ કાર, રોકડા રૂપિયા મોબાઇલ ફોન, પાના પક્કડ વિગેરે સામાન મળી કુલ કિંમત રૂપિયા ૨૦,૪૧,૬૫૦/- નો કબ્જે કરી ગુનાઓમાં સંડોવાયેલ ‘મેવાતી ગેંગ”ના તથા અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી, પકડાયેલ આરોપી વિરૂધ્ધ ક્રીમીનલ પ્રોસીજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી, વાગરા પો.સ્ટે. સોંપવામાં આવેલ છે અને દહેજ પો.સ્ટે. તથા બનાસકાંઠા જીલ્લાના માવસરી પો.સ્ટે. તથા નંદુરબાર (મહારાષ્ટ્ર) ખાતે જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે તથા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) સલીમ ઉર્ફે મુસો S/O અબ્દુલ સીદ્દીક ખાન રહેવાસી. ઓલપાડ મકાન નં.૪૦ ઝીલમીલ રો-હાઉસ તા.ઓલપાડ જિ.સુરત

(૨) નદીમ ઉર્ફે કબીર S/O કયુમખાન રહે. બી/૨૦૧ નેશનલ એપાર્ટમેન્ટ પીરામણ તા.અંકલેશ્વર જિ.ભરૂચ

(૩) ઇરફાન ઉર્ફે રોનક S/O બાબાસાહેબ દાયમા રહેવાસી. જીન્નત બંગ્લોઝ જંબુસર બાયપાસ રોડ નજીક ભરૂચ મુળ રહેવાસી. રેંગણ ગામ તા.તિલકવાડા જિ.નર્મદા

(૪) શ્યામલાલ ઉર્ફે રામુ S/O શંકરલાલ વર્મા રહેવાસી. કીયાસરા થાના:ડગ જિ. ઝાલાવાડ (રાજસ્થાન)

(૫) આમીર S/O શાબીર નથ્થુ ખાન (મન્સુરી) ઉ.વ.૨૩ હાલ રહે.ઈન્દોર નવલખા સર્કલ,શ્રી બોઈઝ હોસ્ટેલ રૂમમાં (મધ્યપ્રદેશ). મુળ રહે. અન્જળ ગામ શિક્ષક કોલોની થાણા અન્જળ જિ.બળવાની(મધ્યપ્રદેશ)

વોન્ટેડ આરોપીઓ

(૧) ઇમરાન ઉર્ફે ઇમા ઉર્ફે તતુંર S/O સમસુદ્દીન ખાન રહે.મંગરોકા થાના:હાતીમ જિ.પલવલ (મેવાત-હરીયાણા)

(૨) રણવીર ઉર્ફે રાણા S/O રતીરામ રહેવાસી. ધાંધુકા થાના:સદર જિ.નૂહ (મેવાત-હરીયાણા)

(૩) નિયામત ઉર્ફે ઘોડા ખાનમહમંદ રહેવાસી.રાયપુરી ગામ ઉજીના (મેવાત-હરીયાણા)

(૪) સંમાધાન ઉર્ફે અધિકાર ઉર્ફે જીગર આનંદસિંગ રાજપુત રહેવાસી. પાલઘર (મહારાષ્ટ્ર)

(૫) કાલુ

(૬). છોટુ

(૭) દેવેન્દ્ર ઉર્ફે દેવો ઉર્ફે સુર્યા

*આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ

આરોપી ઇરફાન ઉર્ફે રોનક બાબાસાહેબ દાયમા

(૧) આંબલીયારા પો.સ્ટે.(અરવલ્લી) ગુ.ર.નં. ૦૦૧૦/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦.૧૧૪ મુજબ

(૨) ચીલોડા પો.સ્ટે.(ગાંધીનગર) પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૧૦/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ

(૩) કારેલીબાગ પો.સ્ટે.(વડોદરા શહેર) ગુ.ર.નં.૦૧૧૨/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ

(૪) ભરૂચ શહેર “બી- ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૫૪/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી) ૧૧૪ મુજબ

(૫) વીઠલાપુર પો.સ્ટે.(અમદાવાદ ગ્રામ્ય) ગુ.ર.નં.૦૪૭૬/૨૦૨૧ પ્રોહી એક્ટ ૬૫(એ)(ઇ),૯૮(૨) મુજબ

(૬) વાસદ પો.સ્ટે. (આણંદ) ગુ.ર.નં.૦૩૦૧/૨૦૨૧ પ્રોહી એક્ટ ૬૫ (એ)(ઇ),૯૮(૨).૮૧.૮૩ મુજબ

(૭) ખંભાત રૂરલ પો.સ્ટે. (આણંદ) ગુ.ર.નં. ૦૪૯૨/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી) મુજબ

(૮) માંજલપુર પો.સ્ટે.(વડોદરા શહેર) ગુ.ર.નં.૦૮૨૮/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦ મુજબ

(૯) રામોલ પો.સ્ટે.(અમદાવાદ શહેર) ૨૦૭૨/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦ મુજબ

(૧૦) વડગામ પો.સ્ટે.(બનાસકાંઠા) ૦૩૪૮/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ

સલીમ ઉર્ફે મુસો S/O અબ્દુલ સીદ્દીકખાન

(૧) અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૭૪૮/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૯૨,૩૯૭,૩૪૨,૪૫૧ તથા આર્મ્સ એક્ટ ૨૫(૧-બી) (એ) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ (અંકલેશ્વર IIFL ગોલ્ડ બ્રાંચ લુંટ )

(૨) નવસારી જીલ્લાના ચીખલી પો.સ્ટે. ગુ.ર.નં.૧૩૨/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૩૯૨,૩૯૭,૩૪૨,૪૫૨ તથા

આર્મ્સ એક્ટ ૨૫(૧-બી) (એ) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

(૩) બનાસકાંઠા જીલ્લાના માવસરી પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ “એ” ૦૧૪૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૧૪૩,૧૪૮, ૧૪૯, ૩૦૨,૩૦૭, ૩૪,૧૨૦ (બી), ૪૨૭, તથા આર્મ્સ એક્ટ ૨૫(૧)(એ).૨૭(૩) મુજબ

આ ઉપરાંત આ આરોપી સુરત શહેરમાં મારામારી, મોબાઇલ ચોરી તથા પ્રોબિબીશનના ગુનાઓમાં પકડાયેલ છે. તથા સને ૨૦૧૩ માં પાસા હેઠળ ભાવનગર જેલ ખાતે સજા ભોગવી આવેલ છે

નદીમ ઉર્ફે કબીર S/O કયુમખાંન

(૧) અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નં.૧૭૭૦/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬,૩૨૮,૧૧૪ તથા પોક્સો એક્ટ

૧૨,૧૭(બી) મુજબ

આમીર શાબીર નથ્થુખાન મન્સુરી

(૧) પંધાના પો.સ્ટે.(મધ્યપ્રદેશ) ગુ.ર.નં.૦૫૬૦/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯,૪૧૧ મુજબ

(૨) અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નં.૦૭૫૮/૨૦૨૦ પ્રોહી એક્ટ ૬૫(એ)(ઇ),૯૮(૨),૮૧,૮૩ મુજબ

(૩) મલહારગઢ પો.સ્ટ. (મધ્યપ્રદેશ)ગુ.ર.નં.૯૦/૨૦૨૨ IPC ૪૦૬,૪૦૭,૪૨૦,૪૩૫,૧૨૦(બી) મુજબ

આરોપીઓએ કેવી રીતે ગુનાને અંજામ આપ્યો

આ કામનો મુખ્ય આરોપી સલીમ ઉર્ફે મુસો અંકલેશ્વર IIFL ગોલ્ડ બ્રાંચ લુંટના ગુનામાં તથા આરોપી ઇરફાન ઉર્ફે રોનક ભરૂચ શહેર “બી* ડીવીઝન પો.સ્ટે.ના છેતરપીંડી વિશ્વાસઘાતના ગુનામાં તેમજ મેવાતી ગેંગના સભ્યો ATM ચોરીના ગુનામાં સને ૨૦૨૦-૨૦૨૧ માં ભરૂચ સબ જેલમાં સાથે હોય, તે વખતે આરોપીઓ એકબીજાના પરીચયમાં આવેલ અને જેલ મુક્ત થઇ એકબીજાના સંપર્કમાં રહી, રૂપિયા કમાવવા પ્લાન ઘડી કાઢેલ જેમાં આરોપી સલીમ ઉર્ફે મુસાએ. ઇમરાન ઉર્ફે રોનકની મદદથી ભરૂચ શહેર ફાતીમા પાર્કમાં મકાન ભાડે રાખેલ અને ATM ચોરીમાં માહીર હરીયાણાની “મેવાતી ગેંગ” ના સભ્યોને હવાઇ માર્ગે તથા રોડ માર્ગે બોલાવી, ભરૂચમાં અલગ અલગ વિસ્તારોમાં ATM સેન્ટરની રેકી કરી, સિક્યુરીટી ન હોય તેવા ATM સેન્ટર ટાર્ગેટ કરી, ATM કટીંગનો સામાન ગેસ કટર, LPG ગેસ બોટલ, ઓક્સિજન બોટલ, પાના, હેન્ડ ગ્લોઝ, માસ્ક,રૂમાલ વિગેરે ખરીદી તા.૧૯,૨૦ ફેબ્રુઆરીના રાત્રે પ્રથમ દહેજ પો.સ્ટે.વિસ્તારના જોલવા ગામે કોશીષ કરેલ, પરંતુ ATM માં સાયરન વાગતા ચોરી કરવામાં નિષ્ફળ રહેલ અને ત્યારબાદ તે રાત્રીના જ વાગરા ટાઉનમાં HDFC બેંક ATM મશીન સ્કોર્પિઓ ગાડીમાં મુકી,પિસાદ ગામની સીમમાં લઇ જઇ ગેસ કટર વડે કટીંગ કરી, તેમાંથી રૂપિયા મેળવી, વાગરાથી સ્કોર્પિઓ તથા ફોર્ડ ફીયેસ્ટા ગાડીઓમાં મહારાષ્ટ્રના ધુલીયા ખાતે જતા રહેલ અને બીજી રાત્રીએ નંદુરબાર શહેરમાં SBI બેંકના ATM માંથી ચોરી કરેલ, ત્યારબાદ કીયા ફોરવ્હીલ કાર મારફતે મેવાત પહોંચી ગયેલ જે મુજબની હકિકત હાલ સુધીની તપાસમાં જણાય આવેલ છે.

આ કામે આરોપી તરીકે જાહેર થયેલ ગેંગ હરીયાણા રાજ્યના મેવાત પ્રદેશની છે. ATM મશીનને ગેસ કટર વડે કાપી ચોરી કરવામાં માહીર છે. આ ગેંગ જે શહેરમાં ગુનાને અંજામ આપવા જાય ત્યાં સ્થાનિક વ્યક્તિની મદદ મેળવી કોઇ મકાનમાં આશરો લઇ થોડો સમય રોકાય છે શહેર આસપાસ રેકી કરે છે તે દરમ્યાન ગેસ કટર, ગેસની બોટલ વિગેરે સામાન અલગ અલગ જગ્યાએથી ખરીદ કરે છે. તેમજ જે ATM સેન્ટરમાં સિક્યુરીટી ગાર્ડ ન હોય તથા માનવ હીલચાલ ન હોય તેવા તેમજ ઝડપથી નાસી જવાય તેવા રસ્તાઓ ઉપરના ATM સેન્ટરને મોટે ભાગે ટાર્ગેટ કરે છે. ATM મશીનનું ગ્રાઉટીંગ તોડી મશીનને ફોરવ્હીલ કારમાં નજીકની સીમમાં અથવા અવાવરૂ જગ્યાએ લઇ જઇ, કટીંગ કરી, રૂપિયા કાઢી લઇ, રસ્તામાં પકડાઇ ન જવાય જેની સાવચેતીના ભાગ રૂપે ગેસ કટર તથા બોટલ વિગેરે સામાન જે-તે જગ્યાએ ફેંકી દઇ, અંતરિયાળ રોડ મારફતે રાતોરાત જિલ્લાની હદ છોડી ભાગી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ