મતદાન અંગે જાગૃતી લાવવા ભુજમાં સાઇકલ રેલીનું આયોજન

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી મેળવે તથા મતદાન અંગે જાગૃત થાય તે માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અમિત અરોરા દ્વારા ભુજ કલેકટર કચેરી ખાતેથી સાઇકલ રેલીનું આયોજન કરાયું હતું. ભુજના સાઇકલીસ્ટોએ “ ચૂનાવ કા પર્વ, દેશ કા ગર્વ તથા અવસર લોકશાહીનો- મારા ભારત” નો સંદેશ શહેરવાસીઓ સુધી પહોંચાડવા ભુજ શહેરમાં ફરીને આગામી લોકસભા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા, મતદારયાદીમાં નામ નોંધણી કરવા અને અન્યો નાગરિકોને જાગૃત કરવાનો સંદેશ આપ્યો હતો. સાઇકલ રેલીને નાયબ ચૂંટણી અધિકારીશ્રી એમ.વી.દેસાઇ, પ્રાંત અધિકારીશ્રી ડો.અનિલ જાદવ તથા સ્વીપ નોડલ ઇન્ચાર્જશ્રી ભુપેન્દ્રસિંહ વાઘેલા, મામલતદાર ચૂંટણીશ્રી એચ.ડી.બારોટ, મામલતદારશ્રી ભુજ(ગ્રામ્ય) કલ્પનાબેન ગોંદીયાએ લીલીઝંડી આપી હતી.