જેતપુરમાથી દારૂ ભરેલ કાર ઝડપાઈ : આરોપી ફરાર
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, જેતપુરમાથી 239 દારૂની બોટલ ભરેલ કાર પોલીસે ઝડપી પાડી હતી, જ્યારે આરોપી શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યા હતો. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ જેતપુરના ચંદ્રમૌલેશ્ર્વર મંદિર નજીક પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. મળેલ વિગત મુજબ જેતપુર સીટી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, એક શખ્સ દારૂ ભરેલી કાર સાથે જેતપુર તરફ આવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી વાળી કાર આવતા તેને અટકાવાવનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર ભગાવી હતી અને બાદમાં થોડે દુર કાર મુકી નાસી છુટયો હતો.આ કારની તપાસ હાથ ધરવામાં આવતા તેમાંથી દારૂની 239 બોટલ નીકળી પડી હતી. પોલીસે કાર સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.