દારૂના ગુનામાં સામેલ આઠ વર્ષથી નાસતા ફરતા આરોપી શખ્સને પોલીસે દબોચી લીધો
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, દારૂના ગુનામાં સામેલ અને આઠ વર્ષથી નાસતા ફરતા આરોપી શખ્સને પોલીસે દબોચી લીધો છે.આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આઠ વર્ષ અગાઉ ઊના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 37.50 લાખનાં વિદેશી દારૂનીની ટ્રકમાં હેરાફેરીનો ગુનામાં સંડોવાયેલ આરોપી શખ્સ ઉના નાં કેસરીયા ગામે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સને દબોચી લીધો હતો.આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.