મોરબીમાંથી કરોડોના નશાકારક સીરપનો જથ્થો ઝડપાતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવતા વધુ ૫૪ લાખનો જથ્થો ઝડપાયો
મોરબીમાંથી કરોડોના નશાકારક સીરપનો જથ્થો ઝડપાતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરતા વધુ ૫૪ લાખનો જથ્થો પકડાયો હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે ત્યારે આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહતી અનુસાર મોરબી જિલ્લાના રંગપર નજીક એક ગોડાઉનમાંથી કરોડો નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો હતો જે અંગે તપાસ હાથ ધરવામાં આવતા આ જથ્થો ઝારખંડથી મંગાવ્યો હોવાનું સામે આવતા વધુ તપાસ માટે પોલીસ ઝારખંડ પહોંચી હતી. જાણવા મળી રહ્યું છે કે ઝારખંડમાં વધુ તપાસ હાથ ધરતા ત્યાથી ૫૪ લાખની કિમતનો જથ્થો ઝડપી પડાયો હતો. જાણવા મળી રહ્યું છે કે, પોલીસે ૨ કરોડથી વધુની મત્તા સાથે ત્રણ ઇસમોને દબોચી લીધા હતા. ઉપરાંત આ સીરપકાંડના મુખ્ય આરોપીને ઝડપી અને કોર્ટમાં રજુ કરતા આગામી તા.૧૬ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે ફરાર આરોપી શખ્સોને ઝડપી પાડવા આગળની વધુ તપાસ આરંભી છે.