“NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” ગેરકાયદેસ૨ માદક પદાર્થ ગાંજો પકડી પાડતી CPI કચેરી રાપર તથા ખડીર પોલીસ સ્ટેશન
મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ તથા પોલીસ અધીક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા જીલ્લામાં “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર, વેપારની પ્રવ્રુતિને સંપુર્ણ નેસ્તનાબુદ ક૨વા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોઈ જે અનુસધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ સાંબડા સાહેબ ભચાઉ વિભાગ તથા C.P.I શ્રી વી.કે.ગઢવી સાહેબ ાપ૨ નાઓના માર્ગદર્શન હેઠળ અને સુચના આધારે,
પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.જી.પટેલ નાઓને મળેલ બાતમી આધારે CPI શ્રી વી.કે.ગઢવી સાહેબ રાપર નાઓ દ્વારા ખડીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રતનપર ગામની સીમમા આવેલ ખેતરમા રહેતા શામજીભાઈ ભુરાભાઈ ચાવડા પોતાના કબ્જાની વાડીમા ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજોના છોડનુ ઉછે૨/વાવેતર કરી ગેરકાયદેસર રીતે વેચાણ પ્રવૃતિ કરતો હોય જેથી તેના કબ્જાની વાડીમા રેઇડ કરી તપાસ ક૨તા તેની પાસેથી ગાંજો વજન ૧૪.૨ ગ્રામ કિ.રૂ.૧,૪૨,૯૦૦/- ના મુદામાલ સાથે મળી આવેલ હોય જેથી તેના વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી:-
શામજીભાઈ ભુરાભાઈ ચાવડા ઉ.વ.૪૮ ૨હે-ગામ રતનપર તા-ભચાઉ જી-કચ્છ
મુદામાલની વિગત:-
(૧) માદક પદાર્થ(ગાંજો) ૧૪.૨૯૦ ગ્રામ કિ.રૂ.૧,૪૨,૯૦૦/-
(૨) એક વીવો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/-
(3) આધાર કાર્ડ કિ.રૂ.00/-
(૪) ૭/૧૨ ના ઉતારાની નકલ કિ.રૂ.00/-
કુલ કિ.રૂ.૧,૪૭,૯૦૦/
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ:-
ઉપરોક્ત કામગીરી CPI કચેરી રાપર પોલીસ ઇન્સપેકટર શ્રી વી.કે.ગઢવી તથા ખડીર પોલીસ સ્ટેશન પો.સબ ઇન્સ. ડી.જી.પટેલ તથા CPI કચેરી રાપ૨ તથા ખડીર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્રારા આ સફળ કામગીરી કરવામા આવેલ છે.