મોરબી ખાતે આવેક ભડિયાદ ગામના સીમવિસ્તારમાંથી બીયરના જથ્થા સાથે પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો
મોરબી ખાતે આવેક ભડિયાદ ગામના સીમવિસ્તારમાંથી બીયરના જથ્થા સાથે પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મોરબી ખાતે આવેલ ભડિયાદ ગામ ના સીમ વિસ્તારમાં ૨૨૨ કારખાના નજીક પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અહીથી આરોપી શખ્સને બીયર ટીન નંગ ૧૦ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સ વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.