મુંદરા સોપારી પ્રકરણમાં કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા : 2 આરોપી ફરાર
મુંદરામાં સોપારીની લાંચ લેવાની ઘટનામાં સંડોવાયેલા પોલીસ કર્મચારીની જામીન અરજી કોર્ટ દ્વારા ફેકાઈ હતી. પોલીસ સૂત્રોમાંથી જાણયેલવિગતો અનુસારમુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સોપારીકાંડ લાંચના ગુનામાં ફરાર જાહેર થયેલા આરોપી ની થોડા સમય અગાઉ ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ આ ગુનાની તપાસ ચલાવતા નાયબ પોલીસ અધીક્ષક એસ.એમ. વારોતરિયાએ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તે દરમ્યાન જામીન ઉપર છૂટવા પોલીસ કર્મચારી દ્વારા અરજી કરાઇ હતી, પરંતુ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા . આ કેસમાં હજુ બે સસ્પેન્ડ પોલીસ કર્મચારીઑ ફરાર હોતા,આ બન્નેની ધરપકડ કરવા તપાસ હાથ ધરવામાં આવી છે