મોખા ચોકડી નજીક બાવડોની ઝાડીમાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર
મુંદરા તાલુકાના મોખા ચોકડી પાસે બાવળોની ઝાડીમાંથી મોટી છેરના ટ્રકચાલક ની લાશ મળતાં ચકચાર મચી છે. મોખા ચોકડીના માર્ગ પર ત્રણ દિવસ થી એક ટ્રક ઊભી હતી . જેને પગલે આસપાસ તપાસ કરતાં યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. યુવાનની ઓળખ થતાં મૃતકના ભાઈએ પોલીસને જણાવેલ કે, તેના મૃતક ભાઈની આ ટ્રક છે. ગત તા. 9/3થી 13/ 3સુધી કોઈ પણ સમય યુવાનનું કોઈ કારણોસર મૃત્યુ થયાનું લખાવ્યું છે. પ્રાગપર પોલીસ દ્વારા જણાવાયું કે, એક-બે દિવસ અગાઉ યુવાનનું મૃત્યુ થયું છે. શરીરે કોઈ ઈજાના નિશાન ના હોવાથી હાલ આ કુદરતી મોત લાગતું હોવાનું પોલીસે જણાવી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ પી.એસ.આઈ. દ્વારા હાથ ધરાઇ છે