છેલ્લા સાત વર્ષથી ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનના ગણનાપાત્ર પ્રોહીબીશનના ગુન્હામાં CRPC ૭૦ મુજબના વોરંટના લીસ્ટેડ નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ
પોલીસ મહાનિરિક્ષકશ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબનાઓએ પેરોલ ફર્લો જમ્પ ફરારી આરોપી તથા નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ સુચના આપેલ હોય. જે અનુસંધાને પો.સબ.ઇન્સ. ડી. એ. તુવરના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો જીલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વુ.હે.કો. નિતાબેન રમણસિંહ નાઓની ખાનગી બાતમીના આધારે ભરૂચ શહેર “સી” ડીવીઝનના ગુનાના કામે નાસતા-ફરતા આરોપી જેના વિરૂધ્ધ નામદાર કોર્ટમાંથી CRPC ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ કરેલ હોય. જેને ભરૂચ ઝાડેશ્વર ચોકડી ખાતેથી પકડી સી.આર.પી.સી. ૪૧ (૧) આઈ મુજબ અટક કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ ભરૂચ શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન સુપ્રત કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
પ્રતાપસિંગ લાલસિંગ સોલંકી રહે. ૮- ઠાકોરનગર સોસા. નવાગામ ડીંડોલી સુરત હાલ રહે. ઝોલવા નક્ષત્ર રીસીડેન્સીની બાજુમાં બારડોલી રોડ પલસાણા તા.જી.સુરત
ગુનાની વિગત
ભરૂચ શહેર સી ડીવી. પો. સ્ટે ગુ. ૨. નં. III ૨૦૭/૨૦૧૮ પ્રો. ઍ. ક. ૬૫ એ (ઇ), ૯૮(૨) મુજબના
કામગીરી કરનાર અધિકારી
એ.એસ.આઈ ગીરીશભાઈ શંકરભાઈ, એ.એસ.આઈ. મનસુખભાઈ કરશનભાઈ, અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ, વુ.હે.કો. નિતાબેન રમણસિંહ તથા ડ્રા.પો.કો. રાકેશભાઇ રામજીભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ