બળદિયાના યુવાન ઉપર પહેલાના ઝઘડા મામલે હુમલો

ભુજ : તાલુકાનાં બળદિયાના યુવાન ઉપર પહેલાના ઝઘડાનું મનદુ:ખ રાખીને હુમલો કરાયો હતો. દિનેશ હરજી રાઘવાણીને સવારના અરસામાં ગામની પાદરે બળદેશ્વર પાપડ પાસે પહેલા થયેલા ઝઘડાના મનદુ:ખમાં ભચો સીધી તથા તેની સાથે તેનો ભાઈ દાઉદ સીધી લાકડીથી માર મારી ઇજાઓ કરી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે અત્રેની જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના અંગે પોલીસે નોંધ કરી ધોરણસરની તજવીજ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *