ગળપાદર રસ્તા પર વાહન અડફેટે એકનું મૃત્યુ
જવાહરનગર રસ્તા ઉપર રાત્રના આરસામાં બનેલી ઘટના અંગે પીએસઓ હિતેન્દ્ર ગઢવીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જવાહરનગર પાસે ગાયત્રી પેટ્રોલપમ્પ સામેના રસ્તા ઉપર પુરપાટ જઇ રહેલા અજાણ્યા વાહનચાલકે અંદાજિત 30 વર્ષના જણાતા યુવાનને અડફેટે લેતાં તેને ગંભીર ઇજાઓ થતાં કોમાની સ્થિતિમાં હોસ્પીટલમાં ખસેડાયો હતો. પરંતુ જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મૃતક યુવાનની ઓળખ થઇ શકી ન હતી. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં કાર્યવાહી એએસઆઇ કાનજીભાઇ ગોરસિયા ચલાવી રહ્યા છે.