નખત્રાણાના નાની ધામાય સીમમાંથી દેશી દારૂ ઝડપાયો
ગાંધીધામ : અંજાર તાલુકાના નાની ધામાય અને ચરાખડા ગામની વચ્ચે રેપિડ રિસ્પોન્સ સેલના સ્ટાફે દેશી દારૂ તથા તેને બનાવવાની સામગ્રી સહિત કુલ રૂ. 12,500 નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે,રેડ દરમ્યાન બે ઇસમોઓ પોલીસને હાથે લાગ્યા ન હતા. નાની ધામાયના કાળુભા લક્ષ્મણસિંહ સોઢા દેશી દારૂ ગાળી રહ્યા હોવાથી પૂર્વ બાતમીના આધારે આરઆરસેલના સ્ટાફે વાડીના રેડ કરી, જેમાં આથો, કિંમત રૂ. 6,800 તથા દેશી દારૂ કિંમત રૂ. 800 સહિત કુલ રૂ. 12,500 નો મુદામાલ કબ્જે કર્યો હતો. પરંતુ બંને ઇસમો પોલીસને હજાર મળી આવ્યા ન હતા. બંને વિરૂધ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશને પ્રોહીબીશન એક્ટની કલમ તળે ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી હતી.