જખૌમાં 2 ઇસમો ઝડપાયા, 3 ફરાર

અબડાસા તાલુકાના જખૌ ગામે મૈન બજારમાં આવેલી જુની પ્રાથમિક શાળાના ખંડેરમાં ધાણીપાસાનો જુગાર રમતા 2 ઈસમને પોલીસે બાતમીના આધારે 2,280 ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે અન્ય ત્રણ ઇસમો નાશી છૂટયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગુરૂવારના સાંજના અરસમાં પોલીસે દરોડો પાડ્યો  હતો. દરોડા દરમિયાન ધાણીપાસાનો જુગાર રમી રહેલા ઇસ્માઇલ ઉર્ફે રમજુ હસણ દરાડ, પ્રફુલભાઇ મેઘજીભાઇ શાહને રોડક રૂ. 2,200, તથા પડમાંથી રૂ. 600 સહિત રૂ. 2,800 સાથે ઝડપી લીધા હતા જ્યારે ઇબ્રાહિમ બાપા સંધારઓસમાણ હસણ દરાડ, અને અબ્દરહેમાન સાલેમામદ સંધાર નાશી છૂટયા હતા. જખૌ પોલીસે ઇસમોઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *