રાપરમાંથી 2 બુટલેગર પકડી પડાયા

રાપરના નગાસર તળાવ પાસેથી ગત સાંજના અરસામાં પેટ્રોલીંગ દરમીયાન દેશી દારૂના બે ધંધાર્થીઓને દેશી દારૂ તેમજ બાઇક અને મોબાઇલ સહિત કુલ રૂ. 25,760 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર તપાસ કરી હતી. આ અંગે પીએસઓ વિનોદ પ્રજાપતિએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત સાંજના અરસામાં  પુર્વ કચ્છ એલસીબીના સ્ટાફે રાપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે નગાસર તળાવ નજીક વોચ દરમિયાન બાઇક પર દેશી દારૂનો જથ્થો લઇને જઇ રહેલા લાલજી ઉર્ફે લાલો બનવારીલાલ પ્રજાપતિ અને બળુભા સાહેબજી સોઢાને ઉભા રાખી તેમની પાસેથી રૂ. 460 ની કિંમતની દેશી દારૂની 46 થેલીઓ,રોકડા રૂ.1,800, રૂ. 8,500 ની કિંમતના બે મોબાઇલ તેમજ રૂ. 15,000 ની કિંમતની બાઇક સહિત કુલ રૂ. 25,760 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *