5 વર્ષથી ફરાર મોટી મઉનો શખ્સ પકડાયો
ગઢશીશા પોલીસ સ્ટેશનમાં અકસ્માતના કેસમાં છેલ્લા પાંચ વર્ષથી પોલીસ પકડથી દુર નાસ્તા ફરતા મોટી મઉ ગામના શખ્સને પોલીસે મુન્દ્રા તાલુકાના વડાલા ગામેથી પકડી પાડ્યો હતો. ગત 23 માર્ચ 2015ના ગઢશીશા પોલીસ સ્ટેશને લખાવેલા અકસ્માતના કેસમાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા મોટી મઉ ગામના નારૂભા કાનજી સોઢા નામનો ઈસમ હાલ મુન્દ્રા તાલુકાના વડાલા ગામે મામાના ઘરે આવ્યો હોવાની ગઢશીશા પોલીસને બાતમી મળતાં પોલીસે વડાલા ખાતેથી ઈસમની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ગઢશીશા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.એચ.જાડેજા, એેએસઆઇ શીવદીપસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.