ભીરંડીયારામાં દેશી બંદુક સાથે શંકુ પકડાયો
ભુજ તાલુકાના ખાવડા પાસેના ભીરંડીયારા ગામના ઈસમ પશ્ચિમ કચ્છ એસઓજીના સ્ટાફે બાતમીના અધારે ભારતીય બનાવટની દેશી બંદુક સાથે પકડી પાડી ખાવડા પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ભીરંડાયારાથી રેલડી તરફ જતા માર્ગ પર બે કિલો મીટરના અંતરે ભીરંડીયારા ગામના સીધીક રભુ કોલી (વાંઢ) (ઉ.વ.45) ની સ્પેશીયલ ઓપ્રેશન ગૃપના સ્ટાફે પકડી પાડ્યો હતો ઈસમના કબજામાં રહેલી દેશી બંદક જપ્ત કરી આર્મ એકટનો ગુનો નોંધી આગળની તપાસ માટે ખાવડા પોલીસને સોંપ્યો હતો ખાવડા પોલીસે ઈસમ વિરૂધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.