હારીજ નર્સરી પાસે બે જીપ વચ્ચે અકસ્માતમાં એકનું મૃત્યુ , બે ઘાયલ
હારીજ રાધનપુર હાઇવે પર નર્સરી નજીક રાત્રિના અરસામાં જીરુ ભરેલી જીપ ઊંઝા તરફ જઈ રહી હતી અને હારીજ થી રાધનપુર તરફ જઈ રહેલી બોલેરો જીપ સામસામે ટકરાતા બોલેરો ચાલક સોઢવનો યુવાન ઘટનાસ્થળે મોત નીપજયું હતો. જ્યારે ધીરુ ભરેલા જીપડાલામાં બેઠેલા બે ખેડૂત અને ડ્રાઈવરને ઇજાગ્રસ્ત તથા 108 મારફતે ધારપુર રેફરલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હારીજ તાલુકાના સોઢવ ગામના યુવાન રાવળ હસમુખભાઈ ઈશ્વરભાઈ ૪૩ હારીજ દૂધ શીત કેન્દ્રમા કોન્ટ્રાક્ટમાં મુકેલ બોલેરો જીપમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. ગુરૂવારના રાત્રના અરસામાં બોલેરો જીપ નં. જીજે ૧૮ એવી ૧૬૬૫ લઇ રાધનપુર તરફ જઈ રહ્યો હતો. નર્સરી પાસે પહોંચતા સામે થી રાપર તાલુકાના રવ ગામનાં ખેડુતો જીપ ડાલા નં જીજે ૧૯ વી ૧૭૫૩ માં જીરુંની બોરીઓ ભરી ઊંઝા તરફ જઇ રહયા હતાં. ત્યારે સામસામે ટક્કર લાગી અકસ્માત સર્જાયો હતો. બંને જીપની ટક્કર લાગતા બોલેરો જીપના કૂર્ચા નીકળી ગયા હતાં. અને તેનો ચાલાક હસમુખભાઇ ઇશ્વરભાઇ રાવળને ગંભીર ઈજાઓ પહોચી ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે જીરું ની બોરી ભરેલી જીપનો આગળનો ભાગ તુટી ભાંગી પડી બંને જીપ એકબીજા સાથે ફસાઈ પડતા જે.સી.બી ની મદદ થી જીપોને ખુલ્લી પાડી સાઈડમા કરવામાં આવી હતી. પીકઅપ ડાલાના ડ્રાઇવર અને રાપર તાલુકાના રવ ગામનાં બે ખેડૂત વાલાભા.ડી.રાજપૂત અને ખિમાભાઇ રાજપૂત ને ઈજાઓ થતા બાજુ નર્સરીમા રહેતાં લોકોએ જાણ કરતા 108 મારફતે ધારપુર સિવિલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં જ્યારે હારીજ પોલીસ ઘટનાસ્થળે આવતા મૃતક ઢવનો હોઇ ઓળખ થતા તેનાં પરિવાર જનોને જાણ કરવામા આવી હતી હારીજ રેફરલ ખાતે પી.એમ.કરવામા આવ્યુ હતુ. મૃતક હસમુખ રાવળને એક પુત્ર બે દિકરીઓ ને ૨૪ ફેબ્રુઆરીના રોજ સોઢવ ગામે રાવળ સમાજનાં યોજાયેલા સમૂહલગ્નમાં લગન કરવામાં આવ્યા હતાં. લગ્નને એક માસનો સમય પણ નથી થયો ત્યાં પિતાજીની છત્રછાયા ગુમાવવાનો શોક વર્તાયો હતો.