ભાણમેરમાં બાઈક દીવાલ અને ઝાડ સાથે અથડાતા 3ના મૃત્યુ
ભિલોડા તાલુકાના ભાણમેરના નિર્મલ ગામેતીએ પોતાની પલ્સર નંબર વગરની બાઇક રસ્તાની સાઈડમાં આવેલ ઝાડ અને મકાનની દીવાલ સાથે અથડાવી નિર્મલ તથા બાઇકની પાછળ બેઠેલ અર્જુનભાઇ પરમાર અને અલ્પેશ ક્લાસવા ત્રણેયને માથાના ભગે ઇજા થતાં ત્રણેય યુવાનોના મૃત્યુ નિપજ્યાં હતા. ત્રણેય યુવાનો પોતાના સંબંધીને ત્યાં મળી પાછા ફરી રહ્યા હતા બનાવ અંગે ભાણમેરના રમેશભાઈ ગામેતીએ પલ્સર ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.