મોટા અંગિયામાં 6 શખ્સોઓ પાંજરે પુરાયા

નખત્રારાણા તાલુકાના અંગીયા મોટા ગામે જુગાર રમતા છ શખ્સોઓને નખત્રારાણા પોલીસે પકડી પાડયા હતા. મોટા અંગિયા ગામે જાહેરમાં રસ્તા પર તીનપતીનો જુગાર રમતા રજાક જુમા લુહાર રહે, મોટા અંગીયા, લીલાધર ઉર્ફે શિવરાજ સોની, રહે, પ્રાચીનનગર નખત્રાણા, રફીક કરીમ ઉર્ફે ખમુબકાલી રહે, મોટા અંગિયા, અમૃત બાલા ગરવા રહે, મોટા અંગિયા, ખમીશા ફકીરમામદ બકાલી મોટા અંગિયા, અબ્દ્રેમાન ઇશાક બકાલી મોટા અંગિયા સહીત 6 શખ્સોઓને પોલીસે 5,620ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.