લખપત પાસેથી દેશી દારૂના જથ્થા સાથે શખ્સ પકડાયો
લખપત તાલુકાના પાન્ધ્રોથી બૈયાવા રસ્તા પર આવેલી વાડી પાસે પોલીસે બાતમીના આધારે રેડ પાડીને દેશી દારૂના આથા ભરેલા બેરલ સાથે શખ્સને પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર નારાયણસરોવર પોલીસને માહિતી મળી હતી કે, પાન્ધ્રો ખાતે રહેતા પોપટભાઇ રતિલાલ રાઠોડ બૈયાર રસ્તા પર આવેલ રતનજી સોઢાની વાડી નજીક દેશી દારૂની ભઠ્ઠી ચલાવવા ગયેલ છે. જેથી પોલીસે બાતમીના સ્થળ રેડ પાડતા શખ્સ પોપટભાઇની શંકાસ્પદ હિલચાલ દેખાઇ હતી. તપાસ કરતાં બાવડની ઝાડીમાં જમીનમાં દાટેલા પ્લાસ્ટીકના ચાર કેન દેશી દારૂના ઓથા લીટર 200 કિંમત 400 મુદામાલ મળી આવ્યો હતો. આ દારૂના આથાના જથ્થાને સ્થાનિકે નાશ કરીને શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. શખ્સ વિરૂધ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.