જખૌમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સો પૈકીના બે ઝડપાયા, અન્ય ત્રણ ફરાર
ભુજ અબડાસામાં જખૌ ખાતે જુગાર અંગે સ્થાનિક પોલીસે પડેલી રેડમાં બે શખ્સો ઝડપાયા હતા અને અન્ય ત્રણ શખ્સો નાસી છૂટયા હતા. પોલીસ સૂત્રોએ આપેલી વિગતો મુજબ જખૌમાં મુખ્ય બજાર ખાતે જૂની પ્રાથમિક શાળા પાસે ઢળતી બપોરના અરસામાં આ રેડ પડી હતી. જેમાં જખૌના ઈસ્માઈલ ઉર્ફે રમજુ હસણ દરાડ અને પ્રફુલ્લભાઈ મેઘજીભાઇ શાહને રૂ. 2,800 ની રોકડ સાથે ઝડપાયા હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સો જખૌના ઇબ્રાહીમ બાપા સંઘાર, ઓસમાણ હસણ દરાડ અને અદ્રેમાન સાલેમામદ ભગાડ નાસી ગયા હતા . શખ્સોઓ ધાણીપાસા વડે જુગાર રમી રહ્યા હોવાના આરોપ સાથે ગુનો નોંધણી કરાયો હતો.