અંકલેશ્વર : રાજપીપળા ચોકડી પાસેથી ૩૫ બેરલ કેમિકલ ભરેલ ટેમ્પો પકડાયો, ૧ની ધરપકડ
ભરૂચ SOGએ અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે એક હોટલ નજીકથી કેમિકલના ૩૫ ભરેલા એક ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત પોલીસ વિગત મુજબ ભરૂચ SOG સ્ટાફ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્તર મુજબની કામગીરી સબંધે રાજપીપળા ચોકડી ઓવરબ્રીજ ઉતરતા આવેલ હોટલ સિલ્વર સેવન નજીક પહોંચતા એક ટાટા ૧૧૦૯ ટેમ્પો નંબર.જીજે 02 વિવિ 5321રસ્તાની બાજુમાં પાર્ક કરેલ મળ્યો હતો. જે બાબતે કાર્યવાહી કરતા પોલીસને ટેમ્પામાં ૩૫ જેટલા કેમિકલ ભરેલા બેરલો મળ્યા હતા. જે બાબતે વધુ કાર્યવાહી કરતા પોલીસે ટેમ્પાના ચાલક ગોવુભા પુનભા રહે. ઝીંજુવાડા,તા. પાતડી,જી.સુરેન્દ્ર નગર નો હોવાનું જણાવ્યું હતું તેમજ પોલીસે ટેમ્પામા કેમિકલ ભરેલ વિશે જરૂરી કાગળ માંગતા તેણે ગલ્લા-તલ્લા કરી ઉડાઇ જવાબ આપતા પોલીસે તેની ધરપકડ કરી સઘન પુછતાછ કરતા ચાલકે ટેમ્પો પોતાનું હોવાનું તેમજ બેરલમાં ભરેલ કેમિકલ નાઇટ્રોજન બેન્ઝીંન હોવા સાથે તેણે આ કેમિકલ સચીન જી.આઇ.ડી.સીની પ્રભાત ઇન્ડસ્ટ્રીઝમાંથી ભર્યું હોવાનું અને તેને અમદાવાદના સાણંદ લઈ જવાનું હોવાનું જણાવ્યું હતું. પોલીસે પકડાયેલ ઈસમને કેમિકલ બીલ બાબત પુછતા તેણે બતાવેલ બીલ પાનોલી જી.આઇ.ડી.સીની કંપનીનું જોવા મળું હતું.જે બાબતે તેની વધુ પુછતાછ કરતા ટ્રાન્પોર્ટ પાવતી તથા બીલ વર્ષા હોટલની બાજુમાં આવેલ વિવેક ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ખાતેથી અત્યારેજ મેળવેલ હોવાનું પણ બહાર આવતા પોલીસે ટેમ્પાની કિંમત રૂપિયા ૬ લાખ તેમજ કેમિકલ બેરલોની કિંમત રૂપિયા ૭૦,૩૫૦/ ગણી કુલ રૂપિયા ૬,૭૦,૩૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.