પાંચ વાહન તસ્કરીના શખ્સને ઝડપી પાડતી ભરૂચ LCB

ભરૂચ LCBએ અંકલેશ્વર વાલિયા ચોકડી નજીકથી પસાર થતા એક મેસ્ટ્રો ચાલકને બાતમીના આધારે રોકી તેની સઘન પુછપરછ કરતા પાંચ જેટલા વાહન તસ્કરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પ્રાપ્ત પોલીસ વિગત મુજબ ભરૂચ એલ.સી.બી સ્ટાફના માણસો અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બીને બાતમીદાર મારફતે મળેલ ચોક્કસ બાતમી આધારે અંક્લેશ્વર વાલીયા ચોકડી નજીક પ્રકાશભાઇ ઉર્ફે પકો અરવિંદભાઇ ઠાકોરભાઇ વસાવા ઉ.વ.-૨૯ રહે-હાલ-જળકુંડ સરફુદીન, બોરભાઠા તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે-કઠોદરા પારડી,નવી નગરી તા-હાંસોટ જી-ભરૂચને એક મેસ્ટ્રો સાથે રોકયો હતો. પોલીસે તેની પાસેથી મળી આવેલ મેસ્યટ્રો જપ્ત કરી તેને ધરપકડમાં લઇ કાર્યવાહી કરતા તેની પાસેથી જપ્ત કરવામાં આવેલ મેસ્ટ્રો અંક્લેશ્વર શહેર ખાતેથી તસ્કરી કરેલ હોવાનુ જાણવા મળ્યું હતું. જે બાદ ઝડપાયેલ શખ્સની વધુ પુછપરછ કરતા તેણે અંક્લેશ્વર વિસ્તાર તથા અંક્લેશ્વર GIDC વિસ્તાર તથા વાલીયા તેમજ હાંસોટ વિસ્તારમાથી અલગ-અલગ જગ્યાઓએથી મોટર સાયકલ તસ્કરી કરેલાની કબુલાત કરી હતી. પોલીસે તેણે ચોરી કરેલ કુલ-૦૫ વાહનો જપ્ત કરી આ શખ્સોએ આ સિવાય જે જગ્યાએ અન્ય તસ્કરી પણ કરેલાની કબુલાત કરી હતી. હાલ જેની કાર્યવાહી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *