કેબલ ટીવી સમાચાર માટે હવે આકરો નિર્ણય ન્યૂઝ દર્શાવવાની મંજૂરી, લાઇસન્સ જિલ્લા કલેકટર પાસેથી જ મળશે
કચ્છમાં વિવિધ સ્થળે કેબલ દ્રારા પ્રસારિત સ્થાનિક ટીવી સમાચાર દર્શાવવા માટે હવે આકરો નિર્ણય લેવાયો હવે લાઇસન્સ પરવાનગી ખુદ કલેકટર પાસેથી લેવી પડશે. કચ્છમાં ભુજ, ગાંધીધામ, મુંદરા, માંડવી, નખત્રાણા, નલિયા સહિતના સ્થળોએ કેબલ મારફતે દર્શાવવામાં આવતા સમાચારના પ્રસારણ માટે જે તે વિસ્તારના પ્રાંત અધિકારીને પરવાનગીની સતા અત્યાર સુધી આપવામાં આવી હતી. પરંતુ હાલ પ્રાંત અધિકારીઓ પાસે અછત અને ચુંટણી સંબંધી વધારાની કામગીરી હોવાથી કચ્છ કલેકટર એક પરિપત્ર બહાર પાડી કેબલ ટીવી સમાચાર માધ્યમોને આપવાના થતાં લાઇસન્સ અધિકારો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસેથી પરત લેવાયા છે. ન્યૂઝ પ્રસારિત કરવા કે કરાવવા માંગતા અરજદારોને સિનેમેટોગ્રાફ એક્ટ હેઠળ આ પ્રકારના સમાચાર દર્શાવવાના લાઇસન્સ જિલ્લા કલેક્ટર પાસેથી લેવા અનુરોધ કર્યો હતો.