જીઆઇડીસી ઝુંપડામાંથી રૂ. 30,000 ના દારૂ સાથે બે પકડાયા

આદિપુર જીઆઇડીસી ઝુંપડા વિસ્તારમાંથી રૂ. 30,450 ની કીંમતના દારૂના જથ્થા સાથે એક કાયદાના સંઘર્ષમાં વેલા કિશોર સહિત બે ઈસમની ધરપકડ કરી આદિપુર પોલીસે કાયદેસર તજવીજ કરી હતી. આ અંગે પીએસઓ ચંદુભાઇ પાંડોરે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત બપોરના આરસામાં આદિપુર પોલીસે પીએસઆઇ વિમલ ડાંગરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ દરમિયાન જીઆઇડીસી ઝુંપડા વિસ્તારમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને રૂ.30,450 ની કિંમતના ભારતીય બનાવટના અંગેજી દારૂની 87 બોટલ સાથે પકડી લીધો હતો, તેની પુછપરછ કરતાં આ દારૂનો જથ્થો તે તેના બનેવી કિશનભાઇ દેવજીભાઇ ચારણીયા પાસેથી લઇ આવ્યો હોવાનું જણાવતાં બન્ને આરોપીઓની ધરપકડ કરી હેડ કોન્સટેબલ મયુરગીરી ગોસ્વામીએ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતીફ આ બનાવમાં વધુ તજવીજ  એએસઆઇ નરેન્દ્રપુરી ગોસ્વામી ચલાવી રહ્યા છે. અહીં નોંધવું રહ્યું કે, નિદોર બાળકોને નશાનાષ વેપારમાં ધકેલવાની વૃતિ જુની અને હજુ પણ ચાલી રહેલી પ્રવૃતિ છે. જેના કારણે ન માત્ર બદીનો વ્યાપ વધે છે, તેના પર અંકુશ લાવવો મુશ્કેલ બને છે. પરંતુ તે બાળકોનું ભવિષ્ય પણ અંધકાર મય બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *