રામવાડીના મકાનમાંથી 24 ,000 ના મુદ્દામાલ સાથે 7 ઇસમો ઝડપાયા
ભચાઉના રામવાડી વિસ્તારમાં આવેલા રહેણાકના મકાનમાં ચાલી રહેલા જુગારધામ ઉપર ભચાઉ પોલીસે ત્રાટકી 23,740 ના મુદ્દામાલ સાથે સાત ઇસમોઓને ઝડપી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. આ અંગે ભચાઉ પોલીસ મથકના પીઆઇ ભાવિન સુથારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, રામવાડી વિસ્તારમાં રહેતા ચંદનસિંહ ભીમાજી વાઘેલાના રહેણાકના મકાનમાં તીનપત્તીનો જુગાર રમી રમાડાઇ રહ્યો છે, આ બાતમીના આધારે ત્યાં રેડ પાડી ચંદનસિંહ ભીમાજી વાઘેલા, ધનજી ભાણજીભાઇ રજપુત, નરશી મનજી બગડા, હરજી જીવા ખાણીયા, દિનેશ વેરશીભાઇ શામળીયા, પ્રવિણ રણછોડભાઇ ઠક્કર, જયંતિલાલ પ્મજીભાઇ રે ઠક્કરને રૂ.14,240 રોકડા, રૂ.9,500 ની કિંમતના 5 મોબાઇલ મળી કુલ રૂ. 23,740 ના મુદ્દામાલ સાથે પકડી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. આ કામગીરીમાં પીઆઇ સુથાર સાથે પીએસઆઇ એ.કે.મકવાણા, હેડકોન્સટેબલ સરતાણ પટેલ, ગેલાભાઇ શુક્લા, કોન્સટેબલ વિજય ડાંગર, ભીમાભાઇ ગોહિલ, વિશ્વજીતસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, જગદિશ સોલંકી જોડાયા હતા.