જુનાગઢ પોલીસે ગેરકાયદે હથીયાર સાથે એક શખ્સની કરી ધરપકડ
જુનાગઢ શહેર પોલીસને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવતા એક શખ્સને હથીયાર સાથે પકડી પાડી તેના વિરૂદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત પોલીસ વિગત મુજબ ખાનગી બાતમી રાહે પોલીસ્ને હકિકત મળેલ કે, એક લાલ કલરનું ટીશર્ટ પહેરીને યુનુસ જુમા સુમરા રહે. જુનાગઢ વાળો ખામધ્રોળ નંદનવન સોસાયટીના રસ્તેથી રેલવે સ્ટેશન તરફ આવે છે અને તેની પાસે હથીયાર છે. જેથી તુરંત જ પોલીસે સ્ટાફ બનાવી બાતમીવાળી જગ્યાએ રવાના થઈ અને ડો. અગ્રાવત ચોકમાં જઇ વોચ ગોઠવી હતી. દરમ્યાન ઉપરોકત વર્ણનવાળો શખ્સ નંદનવન રસ્તા તરફથી આવતો જોવામા આવતા તુરત જ તેને કોર્ડન કરી ઝડપી અને તેનું નામ ઠામ પુછતા યુનુશભાઇ જુમાભાઇ સુમરા મુસ્લીમ રહે. જુનાગઢ ખામધ્રોળ રોડ કેમ્બ્રીજ સ્કુલ પાછળવાળો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને ચેક કરતા તેના પેન્ટના નેફામાથી એક દેશી બનાવટનો તમંચો મળી આવેલ તથા પેન્ટના ખીસ્સામાંથી એક જીવતો કાટીંસ પણ મળી આવ્યો હતો. જેથી પોલીસે દેશી તમંચો કિમત રૂ. ૫,૦૦૦ તથા કાર્ટીસ નંગ ૧ કિમત રૂ. ૧૦૦ ગણી જપ્ત કરી યુનુશભાઇ જુમાભાઇ સુમરા વિરૂધ્ધ બી ડીવીઝન પોલીસ સ્ટેશન જુનાગઢ ખાતે ગુનો નોંધણી કરાવી આગળની તપાસ માટે બી ડીવી. પોલીસ સ્ટેશન જુનાગઢને સોંપ્યો હતો.