ગાંધીધામમાં પતા રમતા 5 ઇસમો પકડાયા
ભુજ ગાંધીધામના કાર્ગો ઝૂપડપટ્ટી વિસ્તારમાં પોલીસે પતા રમતા 5 ઇસમોઓને રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. કાર્ગો ઝૂપડપટ્ટી વિસ્તારમાં પીએસએસમાં બીજી ગલીમાં વડલાની નીચે પતા રમતા ચંદન દેવનંદન પાસવાન, ઇન્દ્ર રામપ્રસાદ પાસવાન, રાજારામ દેવેન્દ્ર બિંડ મનીષ મિથિલેશ બિંડ અને પરશુરાવ જાનકી પાસવાન ને પોલીસે રોકડ રૂ. 13,650 સાથે પકડી પાડ્યા હતા.