જામનગરમાં એસ.ટી. બસ હડફેટે બાઇક ચાલકને ગંભીર ઇજાગ્રસ્ત
જામનગર શહેરમાં ગુરુદ્રારા ચોકડી નજીક તેમજ જાંબુદા નજીક જુદા જુદા બે વાહન અકસ્માતમાં બે શખ્સોને ઇજા થઈ છે. જામનગરમાં ન્યુ પટેલ કોલોની વિસ્તારમાં રહેતો હિતેશ બાબુલાલ કોઠીયા નામનો 27 વર્ષીય યુવાન પોતાનું બાઇક લઈને ગુરૂદ્રારા ચોકડી નજીક પસાર થઈ રહ્યો હતો. તે દરમ્યાન એસ.ટી.બસના ચાલકે તેને હડફેટે લઈ ફેકચર સહિતની ગંભીર ઇજા કરતાં તેને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે એસ.ટી.બસના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. જોડિયા તાલુકાનાં વાધા ગામમાં રહેતી પરબત અમુભાઈ મિયાત્રા નામનો 27 વર્ષનો યુવાન પોતાનું બાઇક લઈને જોડિયા તરફ જય રહ્યો હતો. તે દરમ્યાન જાબુંડા ગામના પાટિયા નજીકથી પહોચતા સામેથી પુરપાટ વેગે આવી રહેલી રિક્ષાના ચાલકે બાઇકને ટક્કર મારી દેતાં પરબતભાઇને ફેકચર સહિતની નાની-મોટી ઇજા પહોછી હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.