ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો
ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પડ્યો હતો. કિડાણા એક્તા નગરમાં રહેનાર શખ્સ શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં મહારાજ ચાની હોટલે ઊભો હતો. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, શખ્સ મોબાઈલમાં ગોલ્ડ 365 ડોટ વિન નામની સાઈટ ઉપર ગઇકાલની આઈપીએલની ગુજરાત ટાઈટન્સ અને હૈદરાબાદની મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. તેવામાં સાંજના અરસામાં અચાનક પોલીસે છાપો મારતા શખ્સને સટ્ટો રમતા પકડી પાડયો હતો. તેની પાસેથી રૂ!70,000 નો મોબાઈલ ઝડપાયો હતો