ભચાઉના ભવાનીપુરમાં એક બંધ મકાનમાં ખેલાતા જુગારનો પોલીસે કર્યો પર્દાફાશ
ભચાઉના ભવાનીપુરમાં એક બંધ મકાનમાં ખેલાતા જુગારનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ પોલિસને મળેલ પૂર્વબાતમીના આધારે પોલીસે ભચાઉના ભવાનીપુર શેરી નંબર-13માં રહેનાર શખ્સ પોતાના કબ્જાના મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી તેમને જુગાર રમાડતો, તે અંતર્ગત પોલીસે સાંજના અરસામાં અહીં છાપો માર્યો હતો. આ બંધ મકાનમાથી છ શખ્સોને પકડી પડ્યા હતા. જુગાર ખેલતા શખ્સો પાસે થી રોકડ રૂા. 42,500 તથા ત્રણ મોબાઈલ એમ કુલ રૂા. 62,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.