મુંદરા તાલુકાના બરાયામાં 30 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુકવ્યું
મુંદરા તાલુકાના બરાયામાં 30 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ગામમાં ચકચાર મચી હતી. મળેલ માહિતી અનુસાર પ્રાગપર પોલીસ મથકે, બરાયાના ફરિયાદી એ જાહેર કરેલી વિગતો મુજબ તેમના ભત્રીજાએ બપોરે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર દોરી વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે . પ્રાગપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,