ભુજના માધાપરના સર્વોદય મેદાનમાં ૬૧ વર્ષીય આધેડ મૃત હાલતમાં મળી આવ્યા : હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયા
ભુજના માધાપરના સર્વોદય મેદાન 61 વર્ષીય અધેડ બેભાન હાલતમાં મળતાં હોસ્પિટલ ખસેડાતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. શિવમપાર્કમાં રહેતા અધેડ આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં માધાપરના સર્વોદય મેદાન પાસે બેભાન હાલતમાં મળી આવતાં તેમને સારવાર અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા . મળેલ માહિતી મુજબ માધાપર પોલીસે જણાવેલ કે, શરીરે કોઈ ઈજાના નિશાન ન હોવાથી કુદરતી મોત લાગી રહી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે