રાપર તાલુકાના કલ્યાણપર અને લાલાસરી વચ્ચેની ગોલાઇમાં બાઇક સ્લીપ થતાં એક યુવકનું મોત
રાપર તાલુકાના કલ્યાણપર અને લાલાસરી વચ્ચેની ગોલાઇમાં બાઇક સ્લીપ થતાં ગંભીર ઇજાઓને કારણે બાઇક ચાલકનું મોત થયું હતું. રાપરના ગેડીના ચંદેરવાસમાં રહેતા ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.28/3 ના તેમનો 28 વર્ષીય ભાઇ તેમનું બાઇક લઇ રાપર ખાતે આવેલી જીઓ કંપનીમાં નોકરીએ ગયેલ હતો. સાંજે તે બાઇક લઇને રાપર થી કલ્યાણપર પરત આવી રહ્યો હતો તે દરમિયાન કલ્યાણપર અને લાલાસરી વચ્ચેની ગોલાઇ પાસે કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ થયું અને ઝાડમાં અથડાતા માથામા ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.