અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં રૂા. 1,76,250 ની તસ્કરી થતાં લોકોમાં ચિંતાનો માહોલ
અંજાર તાલુકાના મેઘપર કુંભારડીના રાધાનગર-ચાર માં યુવાન શ્રમિકના ઘરના તાળાં તોડી તસ્કરોએ ઘરમાંથી રૂા. 1,76,250નો હાથ માર્યો હતો. મેઘપર કુંભારડીના રાધાનગર- ચાર વિસ્તારમાં પ્લોટ નંબર 70માં રહેનાર ફરિયાદી યુવાન અંજાર શાક માર્કેટમાં મજૂરી કામ કરે છે. ફરિયાદી તેમજ તેમનો પરિવાર માતાનું અવસન થતાં તથા રમજાન મહિનો ચાલુ હોતા ગત તા. 27/3ના અંજાર લશ્કરી ફળિયામાં ગયા હતા અને ત્યાં જ રોકાયા હતા. તે દરમિયાન ગઇકાલે સવારે પોતાના ઘરે પાછા આવતાં ઘરના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા.તેમજ ઘરમાં જોતાં લોખંડના કબાટ ના પણ તાળાં તૂટેલા જણાયા હતા.પોલીસના જણાવ્યા મુજબ તસ્કરોએ ઘરના તાળાં તોડી અંદર ઘૂસ્યા હતા અને બાદમાં કબાટના તાળાં તોડી તેમાથી રોકડ રૂપિયા તેમજ સોના ચાંદીની ચીજ વસ્તુની તસ્કરી કરી હતી, જેની કુલ કિમત રૂા. 1,76,250 હતી. યુવકના બંધ ઘરમાથી પોણા બે લાખની ચોરી થતાં ભારે ચકચારી મચી હતી.