પુનાથી અમદાવાદ જતી વખતે વિશાળકાય વાહન અંકલેશ્વર નજીક NH-48 પર બ્રિજમાં અટવાયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ નિલેશ ચોકડી નજીક વિશાળકાય વાહન બ્રિજ નીચે ફસાયું હતું.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નં. 48 પર આવેલ નિલેશ ચોકડી નજીક વિશાળકાય વાહન બ્રિજ નીચે ફસાય જતાં ભારે અફરા-તફરી મચી હતી. પુનાથી અમદાવાદ જતી વખતે આ વિશાળકાય વાહન બ્રિજની વચ્ચોવચ્ચ ફસાય જતાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
બનાવના પગલે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ટ્રાફિક જામ હળવો કરી વાહન વ્યવહારને પૂર્વવત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ વિશાળકાય વાહન માર્ગ પરથી પસાર થાય છે, ત્યારે તેની સાથે પાઇલોટિંગ માટે અન્ય વાહનો પણ રહે છે, ત્યારે આ ઘટનામાં પાઇલોટિંગ કરતા વાહન ચાલકની બેદરકારી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ