ભરૂચની ક્ષય કચેરીમાં વનીયર પ્રાણી ઘૂસી આવ્યું:કર્મચારીઓમાં દોડધામ મચી, જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યૂ કરી પાંજરે પૂર્યું
ભરૂચમાં આવેલા ક્ષય કેન્દ્રમાં વનિયર પ્રાણી ઘૂસી આવતા કર્મચારીઓમાં ભાગમ-ભાગ મચી ગઈ હતી.જેની જાણ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને કરતા તેઓ તાત્કાલિક દોડી આવી વનીયર પ્રાણીનું રેસ્કયુ કરી પાંજરે પુર્યું હતું.ટીમ દ્વારા તેને સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે.
જંગલ વિસ્તારો ઓછા થવાના કારણે અનેક સ્થળોએ વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં ઘુસી આવવાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે આજરોજ ભરૂચ શહેરમાં આવેલા ક્ષય કેન્દ્રમાં વનિયર પ્રાણી ઘૂસી આવ્યું હતું.જેથી અંદર રહેલા કર્મચારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.આ ઘટનાની જાણ કર્મચારીઓ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ કરવામાં આવતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ ભારે જહેમત બાદ રેસ્કયુ કરીને તેને પાંજરામાં પુરવામાં આવ્યું હતું.જેને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
શિડ્યુલ ૧ માં આવતું આ વન્ય પ્રાણી લુપ્ત થવાનાં આરે છે. ત્યારે ૧૯૭૨ ના કાયદા મુજબ સરકારે આવા પ્રાણીને કેદ કરવું, હેરાન કરવું, મોત નિપજાવવું જેવા ગુનામાં ૩૫ હજાર થી લઇ ૧ લાખ રૂપિયા સુધીનો દંડ અને ૭ વર્ષ સુધી કેદની સજાની જાેગવાઇ કરી છે. મોડી રાત્રે શિકારની શોધમાં નીકળતું વીજ વણિયાર ખુદના બચાવ માટે પોતાના શરીરમાંથી દુર્ગંધ છોડે છે.