નખત્રાણા તાલુકાના મોટા અંગિયામાં જુગારનો હાર-જીતનો ખેલ રમતા સાત જુગારપ્રેમી પોલીસના સકંજામાં
copy image

સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસર નખત્રાણા તાલુકાના મોટા અંગિયામાં રહેણાકના મકાનમાં જુગારનો ધાણીપાસા વડે હાર-જીતનો ખેલ રમતા સાત જુગારપ્રેમીને પોલીસે પકડી તેમની પાસે થી રોકડ રૂ!10,500 હસ્તગત કર્યા હતા. પોલિસે આપેલી માહિતી અનુસાર તેમને મળેલ પૂર્વબાતમીના આધારે આ કાર્યવાહીમાં મોટા અંગિયા ગામે યુવક રહેણાકના મકાનનાં ખુલ્લા આંગણાંમાં ધાણીપાસા વડે જુગાર રમતા મકાનમાલિક ઉપરાંત છને પોલીસે પકડી તેમની પાસેથી રોકડા રૂા. 10,500 કબ્જે કર્યા હતા. પોલીસ દ્વારા છએ ઈશમો વિરુદ્ધ જુગારધારની કલામ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.