SVEEP અંતર્ગત કચ્છમાં આયોજિત ધંગ્રના મેળામાંમતદાન જાગૃતિ અંગે પ્રવૃતિઓ યોજાઇ

’સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે તાજેતરમાં ધ્રંગના મેળામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચ્છની કચેરી દ્વારા બનાવવામાં આવેલા સેલ્ફી પોઇન્ટના માધ્યમથી મતદાન જાગૃતિ અંગે પ્રવૃતિઓ કરવામાં આવી હતી.સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા – લોડાઇના NSS યુનિટને આ સેલ્ફી પોઇન્ટની વ્યવસ્થા સંભાળી હતી. સોંપવામાં આવેલો હતો. શાળાના NSS યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા મેળામાં ઉપસ્થિત જનમેદની સમક્ષ મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડવામાં કરવામાં આવ્યો હતો તેમજ નાના મોટા સૌ મતદારોને સેલ્ફી પોઇન્ટ સુધી લાવવામાં આવ્યા હતા. સૌ મતદારોએ સેલ્ફી પોઇન્ટના માધ્યમથી “હું મતદાન અવશ્ય કરીશ” નો સંદેશ ફેલાવ્યો હતો..લોડાઇ હાઇસ્કૂલના શિક્ષકશ્રી લક્ષ્મણભાઈ આહિરે સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી તેમજ ભુજ સિટી મામલતદાર કચેરીના અધિકારીશ્રીઓ બીનાબેન અને તેમની ટીમનો સહયોગ સાંપડયો હતો.
જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા અને ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચ્છ અને જિલ્લા SVEEP નોડલ અધિકારી શ્રી બી.એમ.વાઘેલા નેતૃત્વ હેઠળ સમગ્ર SVEEP પ્રવૃત્તિઓનું જિલ્લામાં સંકલન મદદનીશ નોડલ શ્રી જી.જી.નાકર , શ્રી શિવુભા ભાટી અને તેમની તાલુકા કક્ષાની ટીમો સંભાળી રહી છે