ભાજપના તમામ મોરચાઓનેકામેલાગી જવા આહવાન..જજલ્લા ભાજપ દ્વારા તમામ મોરચાઓની સંયુક્ત બેઠક બોલવાઈ

લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે અને કચ્છ જિલ્લામાં ચૂંટણી સમગ્ર ગુજરાત સાથે 7 મી મેં ના યોજવાની છે. અને ભાજપે ઉમેદવાર તરીકે વિનોદભાઈ ચાવડાને ત્રીજીવાર ટિકિટ આપી છે. ત્યારે હવે કચ્છ જિલ્લા ભાજપ ફૂલ એકશન મોડ માં આવી ગયો છે અને આયોજનબદ્ધ રીતે પ્રચાર ઝુબેશ કરવાનાં હેતુ થી કચ્છ કમલમ ખાતે જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષ સ્થાને તમામ મોરચાની એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી.આ બેઠકમાં લોકસભા સીટના ઇન્ચાર્જ શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે આગામી કાર્યક્રમો વિશે સક્ષિપ્તમાં માહિતી આપી હતી અને અબકી બાર 400 કે પાર અને કચ્છની સીટ 5 લાખ કરતા વધુ મતોથી જીતવા આયોજન કરવા જણાવ્યું હતું.અધ્યક્ષ સ્થાનેથી બોલતા દેવજીભાઈ વરચંદે તમામ મોરચાઓને પોત પોતાના ક્ષેત્રમાં કામે લાગી જઈ પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવતા તમામ કાર્યકમોને સફળતા પૂર્વક પાર પાડવા જણાવ્યું હતું. અને આગામી દિવસોમાં તમામ મંડલોમાં દરેક મોરચાની બેઠકો યોજી આગામી કાર્યક્રમો, પ્રચાર પ્રસાર કઈ રીતે કરવું તે અંગે આયોજન કરવા જણાવ્યું હતું. આવી બેઠકોમાં પ્રભારીશ્રીઓ હાજર રહેશે અને જરૂર જણાય ત્યાં જિલ્લા અધ્યક્ષ કે જિલ્લાના અન્ય આગેવાનો પણ હાજર રહી માર્ગદર્શન આપશે. ખાસ કરીને પ્રદેશમાંથી આવતા તમામ પ્રોગ્રામો કે અભિયાન માટે આગામી દિવસોમાં તૈયાર રહેવા જણાવ્યું હતું.આ બેઠકમાં વિવિધ મોરચાના હોદેદારોમાં યુવા મોરચાના તાપસભાઈ શાહ, હિતેશ પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના અશોકભાઈ હાથી, રવિભાઈ ગરવા, પ્રેમજીભાઈ મંગેરીયા, મહિલા મોરચાના ગોદાવરીબેન ઠકકર, હસ્મિતાબેન ગોર, હેતલબેન મેહતા, કિશાન મોરચાના પરસોતમભાઇ વાસાણી, બાબુભાઇ આહીર, લાલજીભાઈ વાઘાણી,બક્ષીપંચ મોરચાના માવજીભાઈ ગુંસાઈ, વિરમભાઇ આહીર, લઘુમતી મોરચાના આમદભાઈ જત વગેરે ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.