નવી સુંદરપુરીમાં ઓટલા  ઉપર બેસવાની  ના પાડતાં  ઉશ્કેરાયેલા  ત્રણ લોકોએ  આધેડ ઉપર હુમલો કર્યો

copy image

શહેરના નવી સુંદરપુરીમાં ઓટલા ઉપર બેસવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ત્રણ લોકોએ હુમલો કર્યાનો એક બનાવ સામે આવ્યો. હુમલો કરતાં આધેડને ભારે ઇજાઓ પહોચી હતી. શહેરના નવી સુંદરપુરી ઈમામ ચોક ખોડીયાર માતાના  મંદિર નજીક રહેતા આધેડને ઇજાઓ પહોચી છે આ ફરીયાદીના પત્નીએ જણાવ્યુ હતું કે ઘરના ગેટની સામે વગરકામે છોકરાઓ ઓટલા પર બેસે છે જેના કારણે અવર-જવરમાં તકલીફ પડે છે,ભાભીએ આવું  કહેતાં દિયર  સલીમ ઓટલા  પાસે જઈ  છોકરાઓને અહીં ન બેસવા  ઠપકો આપ્યો હતો. ત્યારબાદ સાંજના અરસામાં જ્યારે ફરિયાદી ગરે હતા તે સમયે ઘરે આવી  ઠપકો વિષેનું મન દુ:ખ રાખી ફરિયાદી ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરતાં આધેડને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોચી હતી બનાવ અંગેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે