પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન કુલ રૂ.8,80,970નો અંગ્રેજી શરાબનો જથ્થો કબ્જે કરાયો
પૂર્વ કચ્છ પોલીસે દારૂ અંગેની ત્રણ કાર્યવાહી કરીને કુલ રૂ.8,80,970નો અંગ્રેજી શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. આ કામગીરી દરમ્યાન પોલીસે બે શખ્સોને પકડી લીધા હતા ,જ્યારે ચાર શખ્સ હજુ પણ ફરાર . સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હમીરપર ગામમાં દરબારગઢમાં આવેલી એક ઓરડીમાં દારૂ સંતાડી વેંચાણ કરાતો હોવાની એલસીબીને મળેલ પૂર્વ બાતમી આધારે બપોરના અરસામાં આ કાર્યવાહી હાથ ધરાઇ હતી . ગાંધીધામમાં રહેતા યુવાનના કબ્જાની ઓરડીએ પોલીસ પહોચી હતી. ત્યાથી એક શખ્સને પકડી અને ઓરડીની તપાસ લેવાઈ જેમાંથી અલગ-અલગ બ્રાન્ડની શરાબ મળી આવી હતી જેની કુલ રૂ.8,10,000 અંગ્રેજી દારૂનો મુદામાલ કબ્જે કરાયો હતો. પકડાયેલ આરોપી ની પૂછપરછ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી . સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ખડીર પોલિસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન વહેલી સવારના ધોળાવીરાથી જનાણ બાજુ આવતા હતા. તેવામાં જનાણ નજીક સામેથી આવતી કારને રોકવાના પ્રયાસ કરતાં કાર ચાલકે ચા હોટેલની જમણી બાજુ બાવળની ઝાડીમાં ગાડી હંકારી હતી . ત્યારબાદ પોલીસે ગાડીનો પીછો કરતાં આગડ ઊભેલી કારમાથી પ્રાગપરનો એક શખ્સ ઉતરીને અંધારામાં ઓઝલ થઈ ગયો હતો. જ્યારે મોટી રવના ઈશમને ઝડપી લીધો હતો. ગાડી ની તપાસ કરાતા તેમાથી કુલ 44,400નો શરાબ કબ્જે કરાયો હતો. પરંતુ આ માલ ક્યાથી આવ્યો તેની જાણકારી બહાર આવી ન હતી. વધુ એક કામગીરી અંજારના વાડી સીમમાં રાયમલ ધામ ફાટકની બાજુમાં કરાઇ હતી. ગાડીમાંથી શરાબ તેમજ બીયરના ટેન મળી તેમ કુલ રૂ! 26,570નો મુદામાલ હસ્તગત કરાયો હતો. પરંતુ મેઘપર બોરીચીનો એક શખ્સ ફરાર.