નીલકંઠ પાર્કિંગ નજીક મીઠાના ઢગલા પાસે પાર્ક કરાયેલાં બે વાહનોની ટાંકીમાંથી રૂા.44,100નાં 490 લિટર ડીઝલની તસ્કરી
copy image

શહેરના નીલકંઠ પાર્કિંગ નજીક મીઠાના ઢગલા પાસે પાર્ક કરાયેલાં બે વાહનોની ટાંકીમાંથી રૂા. 44,100નાં 490 લિટર ડીઝલની તસ્કરી કરી હતી. શહેરની જયરવેચી લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટનું ડમ્પર નીલકંઠ પાર્કિંગ નજીક મીઠાના ઢગલા પાસે પાર્ક કરેલ હતું. મોડીરાત્રે વાહન અહી પાર્ક કરી ચાલક સૂઈ ગયેલ હતો. ત્યારબાદ તસ્કરો દ્વારા વાહનની ટાંકીમાંથી 180 લિટર ડીઝલની ચોરી થઈ હતી તેમજ બાજુમાં નીલકંઠ સોલ્ટ સપ્લાય ટ્રાન્સપોર્ટનું એક ટ્રેઈલર પાર્ક થયેલ હતુ. આ ટ્રેઈલર માથી પણ તસ્કરોએ 320 લિટર ડીઝલની ચોરી કરી હતી. આમ બંને વાહનમાથી 490 લિટર ડીઝલ જેની કુલ. કિમત રૂા. 44,100 ની ચોરી કરવામાં આવ્યું હતું. બનાવ અંગે સંઘડના વાહન ચાલકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી