જોડિયાથી રાપરના રવ ગામે મોરારિબાપુની કથા સાંભળવા આવેલા બે લોકોનીબાઇક પોલીસના બેરિકેડમાં ભટકાતાં એક યુવકનું મોત

copy image

copy image

જામનગરના જોડિયાથી રાપરના રવ ગામે મોરારિબાપુની કથા સાંભળવા આવેલા બે લોકોને આડેસર પોલીસ ચેકપોસ્ટ પાસે અકસ્માત નડયો . તેમનું બાઇક પોલીસના બેરિકેડમાં ભટકાતાં એક યુવકનું મોત થયું હતું તેમજ અન્ય વૃદ્ધને ઇજાઓ પહોંચી હતી.  જામનગર જોડિયાના વાવડીમાં  રહેનાર ફરિયાદી  તથા બાઇક ચાલક ગત તા. 25/3ના સાંજે રવ ગામે મોરારિબાપુની કથા સાંભળવા નીકળેલ હતા. આ બંને બાઇક  લઇને કથામાં પહોંચ્યા હતા. કથા  સાંભળ્યા  બાદ બંને  મોમાયમોરા  ગામે  માતાજીનાં દર્શન કરી  રાધનપુર-સામખિયાળી ધોરીમાર્ગ પીપરાળા નજીક  ડગાયચા દાદાનાં દર્શન  કરવા જતાં હતા,આડેસર પોલીસ ચેકપોસ્ટ નજીક પહોચ્યા ત્યારે તેમનું બાઇક પોલીસના બેરિકેડમાં અથડાયું હતું,  જેમાં ચાલક  ગંભીર ઇજાઓ પહોંચી હતી.  બંનેને સારવાર  અંગે પલાંસવા  સરકારી હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના તબીબે બાઇક ચાલકને મૃત જાહેર કર્યા  જ્યારે ફરિયાદી વૃદ્ધની સારવાર કરવામાં આવી હતી.  પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.