છેલ્લા ૨ વર્ષથી તાપી જિલ્લાના વ્યારા પો.સ્ટે. ના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.ભરૂચ
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, ભરૂચનાઓ તરફથી ભરૂચ જિલ્લાના તથા જિલ્લા બહારના નાસતા-ફરતા આરોપીઓ પકડવા સુચના આધારે પો.ઇન્સ. એ.એ.ચૌધરી તથા પો.ઇન્સ. એમ.વી.તડવીનાઓએ પોતાની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ ભરૂચ જિલ્લાના તથા જિલ્લા બહારના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપતા એસ.ઓ.જી. ટીમ ભરૂચ શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો.નરેશભાઇ અંબારામભાઇનાઓને મળેલ બાતમી આધારે તાપી જીલ્લા વ્યારા પો.સ્ટે. ગુ.ર.નં- ૧૧૮૨૧૦૦૧૨૨૦૪૦૮/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૫ ઈ, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબના ગુનાના કામનો નાસતો-ફરતો આરોપી ઇમરાન મોહમદ પટેલ ઉ.વ ૩૨, રહે- ગામ- રહાડ, તા.વાગરા જી.ભરૂચ નાઓ હાલમાં જંબુસર બાયપાસ ચોકડી બ્રીજ નીચે હાજર છે” જે ચોક્કસ બાતમીના આધારે તપાસ કરી મળી આવતા આરોપીના નામઠામની ખાત્રી કરી આરોપીને તા.૦૨/૦૪/૨૦૨૪ ના રોજ CRPC ૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી ભરૂચ શહેર “બી” ડીવી. પોલીસ સ્ટેશનમાં આગળની વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે.
અટક કરેલ આરોપી
ઇમરાન મોહમદ પટેલ ઉ.વ ૩૨,રહે- ગામ-રહાડ, તા.વાગરા જી.ભરૂચ.
આરોપીનો ગુનાહીત ઇતિહાસ
(૧) ભરૂચ શહેર “બી” ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. II-૦૦૪૧/૨૦૧૯, ઇ.પી.કો.કલમ-૧૬૦ મુજબ,
(૨) ભરૂચ શહેર “સી” ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૯૦૦૧૨૧૦૮૭૮/૨૦૨૧, પ્રોહી એક્ટ કલમ- ૬૫ (એ)(એ), ૮૧ મુજબ,
(૩) ભરૂચ શહેર “સી” ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૯૦૦૧૨૧૦૯૬૩/૨૦૨૧, પ્રોહી એક્ટ કલમ- ૬૫ (એ), ૬૫(ઇ),૮૧ મુજબ,
(૪) ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૯૦૧૦૨૧૦૨૫૯/૨૦૨૧, પ્રોહી એક્ટ કલમ- ૬૫ (એ),૬૫(ઇ),૯૮(૨) મુજબ,
(૫) અંકલેશ્વર GIDC પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૯૦૨૧૨૩૧૦૫૬/૨૦૨૩, પ્રોહી એક્ટ કલમ- ૬૫ (એ),૬૫(ઇ),૯૮(૨) મુજબ,
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓના નામ
પો.ઈન્સ. એ.એ.ચૌધરી
પો.સ.ઈ. એમ.એસ. વાઢેર
હે.કો. રવિન્દ્રભાઇ નુરજીભાઇ
પો.ઈન્સ. એમ.વી.તડવી
અ.હે.કો નરેશભાઇ અંબારામભાઈ
હે.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ