પૂર્વ-કચ્છ એસઓજી એ માદક પદાર્થ હેરોઈન સાથે એક ઈસમને ઝડપી પાડયો
એસ.ઓ.જી.ગાંધીધામ
આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ ક૨વા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમને મળેલ બાતમી હકીકત આધારે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે રોડ પર આવેલ એ.વી.જોષી કંપનીના પુલિયા પાસે સિકંદરાબાદ ટિમ્બર વર્કસ સામેના સર્વિસ રોડ ઉપર સીમરનજીતસિંઘ ધ૨મસિંઘ સિંબે ગે.કા રીતે વગર પાસ પરમીટે માદક પદાર્થ હેરોઈનનો જથ્થો વેચાણ અર્થે લઇ આવનાર હોય જે બાતમી આધારે રેઈડ દરમિયાન તેના કબ્જામાંથી કિ.રૂ.૩૨,૧૦,૦૦૦/- ના હેરોઈનના જથ્થા સાથે મળી આવેલ હોય જેથી મજકુર વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એડક્ટ -૧૯૮૫ હેઠળ ગાંધીધામ બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
અટક કરેલ આરોપીઓ:-
(૧) સીમરનજીતસિંઘ ધરમસિંઘ સિંબે ઉ.વ.૩૨, રહે.ગુરૂદ્વારાની પાછળ ચડી વાળી ગલી કાઝીકોટ રોડ જી.તરનતારન પંજાબ (કબ્જેદાર તથા વેચાણ કરનાર)
પકડવાના બાડી આરોપી:-
(૧) રાહુલ રહે.તરનતારન પંજાબ (મુદ્દામાલ વેચાણ કરવા આપનાર) (૨) નિરજ ઉર્ફે પંડિત ઓમપ્રકાશ તિવારી રહે.ગાંધીધામ
મુદ્દામાલની વિગત-
(૧) માદક પદાર્થ હેરોઈન ૬૪.૨૦ ગ્રામ કિ.રૂ. ૩૨,૧૦,000/-
(૨) મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ. ૧૦,૦૦૦/-
(3) રોકડા રૂપિયા ૪૭૦/-
(૪) એસ.ટી.ટીકીટ નંગ-૦૧ તથા રેલ્વે ટીકીટ નંગ-૦૧ કિ.રૂ.00/00
(૬) હેરોઈન ભરેલ ખાલી પારદર્શક કોથળી કિ.રૂ.00/00 તથા બુટ કિ.રૂ.00/00
કુલ કિ.રૂા. ૩૨,૨૦,૪૭૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પો.સબ. ઈન્સ. એન.કે.ચૌધરી તથા એસ.ઓ.જી.સ્ટાફ જોડાયેલ હતો.